Thursday, December 20, 2007

gujarati sahitya 3

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,અમદાવાદ મા જાત જાત ના લોકો વસતા,ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,સૌથી બેસ્ટ આપડી અમદાવાદની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.ક્યા મળે C. G. Roadની રંગીલી સાંજ,ક્યા મળે લો-ગાર્ડનની ચટાકેદાર રાત ,ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,ક્યા મળે હોનેસ્ટ જેવુ પાવ-ભાજી, ક્યા મળે ashok જેવુ પાન,ક્યા મળે shambhu જેવી કોફી-coco, ક્યા મળે zodiac જેવી નાન.અમદાવાદ નો રંગ નીરાળો, અમદાવાદ નો ઢંગ નીરાળો,હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ i m AMdavaDI...
***********
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા... આભાર તમારી આ અમુલ્ય મિત્રતા માટે...
********
નાની સરખી બાઇસીકલને, નાનો સરખો બાબુ,એક દિવસ તેની પર બેસી ચાલ્યો ચઢવા આબુ,આબુ તો પણ ઊંચો ઊંચો ને કેવી રીતના પહોંચે,બાબુ ભૈયા.. બાબુ ભૈયા.. ઉભા ઉભા મનની અંદર સોચે !
*********
શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.
તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.
ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.
વાતમાંને વાતમાં સંગાથ પણકેટલો છે એ ન વરતાશે કદીક.
ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક...
ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !!!
***********
ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.
બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળુંપ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.
ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.
ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.
યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.
જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.
************
રાત માંથી જાતને હડસેલ ના,
ને, આ સ્વપનને,તું પાછા મેલ ના,
શબ્દો રાખે,સૌ હિસાબો, શ્વાસનાં,
શબ્દો સાથે આજ ખેલ ના..``````````````````````જો હું કહું કે -હારેલા જુગારીની પેઠેમારે બમણા જોરેજીંદગીની રમતમાં રમવું છેકોણ માનશે ?ઓ જીંદગી -તું મને જેટલી ગમે છેમારે પણ તને એટલા જ ગમવું છેકોણ માનશે ?~~~~~~~~~~~~~~~~~
પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી...!!!~~~~~~~~~~~~~
મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું
સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું
શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું
સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
*******
લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.```````````````પડયો પ્રેમ ના સાગર મા,
બહાર નિકળતા ના આવડ્યુ.
જાગી ગયો તારા વિચારો મા,
પછી ઉંઘતા ના આવડ્યુ
બગાડયા કેટલાય કાગળો,
પ્રેમપત્ર લખતા ના આવડ્યુ.
સમજાવ્યુ હ્રદય ને ....હ્રદય ને સમજતા ન આવડ્યુ.
વિચાર કરવા લાગ્યો તારા,
પછી બીજુ કાઇ વિચારતા ના આવડ્યુ.
કરુ છુ હવે પ્રેમ ની વાત પુરી,
હવે આગળ લખતા ના આવડ્યુ.
**********
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજેતારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજેતારા વિના શ્યામ….
શરદપૂનમની રાતડી,
ચાંદની નીકળી છે ભલીભાતનીતું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામતારા વિના શ્યામ….
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓસુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.તારા વિના શ્યામ….
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનોપાયલ ઝનકાર સુની,
હૃદયના નાદ સુનીરાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.તારા વિના શ્યામ….
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
**********
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહોદિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહોજરા ઉભા રહો, જરા ઉભા રહોજીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરોમેં તો આપ્યા છે ફુલ મને માફ કરોમને માફ કરો, મને માફ કરોપ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમેનજરના જામ….
થઇને પુનમની રાત તમે આવ્યા હતાથઇને જીવન પ્રભાત તમે આવ્યા હતાતમે આવ્યા હતા, તમે આવ્યા હતાવિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમેનજરના જામ….
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
**************
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:વ્રજભુમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજા ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:શરણાઇ ને તંબૂરમા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ન્રુત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
********અરે ઓ ગરમ મસાલેદાર વાનગી..રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો...
ઓરી આવે તો તને વાત કહુ ખાનગીતુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારીરાજકોટના પેંડા જેવી તુ છે કામણગારીમાવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગીતુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
હોઠ તારા અમદાવાદી શરબતની દુકાનએ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાનપીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગીતુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરીભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરીમોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગીતુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળીજામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળીતુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગીતુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમતુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
ઓરી આવે તો તને વાત કહુ ખાનગી..
************
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે ?મારોય એક જમાનો હતો કોણ માનશે ?ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,એ આપનો દીવાનો હતો કોણ માનશે ?તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?માની ર્હ્યુ છે જેને જમાનો જીવનમરણઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે ?મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,એ પણ સમય નશાનો હતો કોણ માનશે ?હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,આઘાત દુર્દશાનો હતો કોણ માનશે ?રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,માણસ બહુ મઝાનો હતો કોણ માનશે ?
********
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
*********
પ્રેમ મા સાચી માજાતો ત્યારે આવે,એ મલવાનુ વચન આપે છતાય મલવા ના આવે,ક્યારેક હુ રીસઈ જાઊ એનાથી, અને તે મને ગુલાબ આપી મનાવે,આખોમા એનિ હુ ખોવાઈ જાઊ,અને તે ધીમેથી મારા દિલ ની નજીક આવે,ફુલો ની વચ્ચે મહેકતા હસીને જોઊ હુ,અને હસી એની કદાચ ફુલો ને પણ શરમાવે,અદાઓની એના વખાન કરતો રહુ,અને લોકો મને શાયર કહી ને બોલાવે,સુ પ્રેમ મા એવા દીવસો ના આવે,કે સવાલ ઉઠે મારા હ્રદય મા અને,એનો જવાબ એના નયન મા મળે.
**********

No comments: