Saturday, December 15, 2007

gujarati sahitya 2

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીંઆટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીંમેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીંજાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં***********************************************તમારી મૂંગી આંખોમાં જવાબોના જવાબો છે,છતાં બેચેન થઇને કેટલાં હું પ્રશ્નો પૂંછુ છું;મને પણ થાય છે કે હું આ કરું છું શું ?તમે રડતા નથી તો પણ તમારી આંખ લૂછું છું***************************************************************નજરને કહી દો કે નીરખે ન ઍવુ...નાહક નુ દિલ કોઈનુ પાગલ બને છેઅમથી જીગર મા આંધી ચડે છેને આંખો બિચારી વાદળ બને છે....જરી જરી વેરાયા આઁખોં ના આંસુ જેગૂંથાઈ પગ ની પાયલ બને છે...
********
ચાંદને તો દરેક લોકો ચાહે છે,ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;સુખ તો દરેક લોકો માંગે છે,ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;પ્રેમ તો દરેક લોકો કરે છે,ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;વચન તો દરેક લોકો આપે છે,ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો********
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે ,શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.
********
દિવાળી આવી છે, ચાલો સૌ,અભિમાન , આડંબરનેમાટીના માટલામાં મૂકી,ગામના ઊકરડે મૂકી દઈએ ..પ્રેમના પ્યાલામાં સ્નેહની સાકર ભરી,પડોશી પોતાના માની ,સ્નેહી-સગા સૌને પીવા આપીએ..નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત કરીએ.અણગમાનો જૂનો વેષ , દ્વેષ ઉતારી,ચાલો સૌ "સૌ ને ગમતા"સોહામણા વેશ પહેરીએ.તારી-મારી વાતોનું વહેમ વડુ,ચાલો સૌ એને દૂર, દૂર કોઈકૂંડાળામાં પધરાવી દઈએ ..ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,ચાલો સૌનું શુભ-આગમન કરી એ.દિવાળી આવી છે,સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,વિશ્વ-કુટુંબની ભાવના ધરી,માનવી સૌ એક બનીએ.
********
આપનું મુખ જોઇ મનમાં થાય છે,ચાંદ પર લોકો અમસ્તા જાય છે.જાગવાનું મન ઘણુંયે થાય છે.આંખ ખોલું છું તો સપનાં જાય છે.આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?આપ શું સમજો હૃદયની વાતમાં,આપને ક્યાં દર્દ જેવું થાય છે?લાખ કાંટાઓ મથે સંતાડવાતે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
*******

No comments: